Wednesday 19 September 2012

વિશાલ ગાંજાવાલા - ટ્રાવેલ બ્લોગ - અષ્ટવિનાયક - મોરેશ્વર/મયુરેશ્વર ગણેશ


તારીખ : 19-09-2012

પોસ્ટ : 1

હેલ્લો મિત્રો, સૌથી પહેલા તમને બધા ને ગણેશ ઉત્સવના ખુબ અભિનંદન, કહેવાય છે કે કોઈ પણ કામ કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે તો કામ સફળ થાય છે, તો આજે ગણેશ ચતુર્થીના દિવસથી હું મારો પોતાનો બ્લોગ શરૂ કરવા જય રહ્યો છુ. આજથી હું અપ સૌને કંઇક ને કંઇક નવું આપવાની કોશિષ કરીશ. આજના મારા પહેલા બ્લોગનો વિષય છે અષ્ટવિનાયક એટલે કે ગણેશજીના આઠ રૂપ.

અષ્ટવિનાયક

અષ્ટવિનાયક નો અર્થ સંસ્ક્રુતમાં આઠ ગણેશ એવો થાય છે. આ આઠે ગણેશના અલગ અલગ મંદિરો ભરતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. આ આઠે આઠ ગણેશજીના અલગ અલગ રૂપ અને મહત્વ છે. હું તમને આ ગણેશ ઉત્સવે દરમ્યાન ગણેશજીના આ આઠે રૂપોની વિસ્તારમાં માહિતી આપવાની કોશિષ કરીશ.

આઠ રૂપો
  1. મોરેશ્વર/મયુરેશ્વર ગણેશ
  2. સિદ્ધિવિનાયક ગણેશ
  3. બાલેશ્વર ગણેશ
  4. વરદ વિનાયક ગણેશ
  5. ચિંતામણી ગણેશ
  6. ગીરીજામત ગણેશ
  7. વિઘ્નહર/વિઘ્નેશ્વર ગણેશ
  8. મહાગણપતિ ગણેશ
મોરેશ્વર/મયુરેશ્વર ગણેશ

મયુરેશ્વર ગણેશનું મંદિર પુને જીલ્લાના (૮૦ કિલોમીટર દુર) મોરગાવ ગામમાં આવેલું છે. આ મંદિરને બહમની સલ્તનત દ્વારા ૧૩૪૭ થી ૧૫૨૭ની વચ્ચે કાળા કલરના પત્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરને અષ્ટવિનાયકનું સૌથી મહત્વનું મંદિર હોવાની સાથે સાથે, ભારતના સૌપ્રથમ ગણેશ હોવાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.

ગણેશ પુરાણ પ્રમાણે ગણેશનો આ અવતાર ૬ હાથ ધરાવે છે, તેનો રંગ સફેદ છે અને તેમનું વાહન મોર છે. જેનો જન્મ શિવ અને પાર્વતી દ્વારા ત્રેતા યુગમાં સિન્ધુ રાક્ષસનો વધ કરવા માટે થયો હતો.

આ મંદિર મોરગાવની મધ્યમાં આવેલું છે. મયુરેશ્વર મંદિર ચારે બાજુથી મીનારોથી ઘેરાયેલું છે જેના કારણે તે દુરથી મસ્જીદ જેવું પણ લાગે છે. મુઘલ સમય દરમ્યાન હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે મંદિરને આરીતે બનવવામાં આવ્યું છે આ ઉપરાંત મંદિર દરેક જગ્યાએથી ૫૦ ફૂટની દીવાલથી ઘેરાયેલું છે.

આ મંદિરની બહાર એક નંદીની પ્રતિમા છે જે તમને સામાન્યપણે શિવ મંદિરમાં જોવા મળે છે. જેના પાછળની વાર્તા એમ છે કે એક વખત એક શિવ મંદિરમાં પ્રસ્થાપિત કરવા માટે આ નંદીને લઇ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં વાહન બગડી જવાના કરને આ નંદીને અહી ઉતારવામાં આવી જે પછી ત્યાંથી હલી જ નહિ તેથી તેની ત્યાં સ્થાપવામાં આવી છે.

અહી સ્થાપવામાં આવેલી ગણેશ પ્રતિમા મોરની સવારી કરી રહી છે, જેની સૂંઢ ડાબી છે, જેની પાસે કોઈ પણ હુમલાથી બચવા માટે નાગરજનું ઝેર છે અને આ પ્રતિમાની જોડે રિદ્ધિ અને સિદ્ધિની પ્રતિમા પણ છે. જોકે હાલની ગણેશ પ્રતિમા બ્રહ્મા દ્વારા બે વખત પવિત્ર કરવામાં આવેલી પ્રતિમા નથી . મૂળ પ્રતિમા કદમાં નાની અને રેતીના અણુઓ, લોખંડ અને હીરાની બનેલી હતી કે જને પાંડવો દ્વારા એક તામપત્રમાં બંધ કરીને હાલના પુજસ્થાનની પાછળ મુકવામાં આવે છે.

મંદિરના અને ગણેશ પ્રતિમાઓના ફોટોગ્રાફ્સ







No comments:

Post a Comment