Monday 1 October 2012

સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી – ૨૦૧૨



તારીખ – ૧ ઓક્ટોબર ૨૦૧૨

પોસ્ટ – ૭

मेरे नॉन-गुजराती दोस्तों मुझे माफ़ करना क्यूंकि आजकी ये पोस्ट खास मे मेरे सूरतवासीओको समर्पित कर रहा हू तो आजकी ये पोस्ट मे गुजरातीमे लिखुगा.

તમને થતું હશેકે આજે ફરી ગુજરાતીમાં કેમ પોસ્ટ ? આજની મારી આ પોસ્ટ હું ખાસ કરીને મારા સુરતવાસીઓને, તેમની જીવન જીવવાની શૈલીને, તેમના કોઈ પણ મુસીબતની સામે હમેશા ઝઝુમતા રહેવાના જુસ્સાને, તેમના તહેવાર મનાવવાના અંદાઝને અર્પણ કરું છુ. આજના મારા આ પોસ્ટનો મુખ્ય વિષય છે “સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી – ૨૦૧૨સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી – ૨૦૧૨

સુરત શહેરમાં દરેક ઉત્સવની ઉજવણી ખુબજ ધૂમધામથી થતી આવી છે અને થતી રહેશે, પરંતુ આજે હું જે વાત તમારા સમક્ષ રાખવા માંગું છુ એ કઇક અલગ છે, આ ગણેશ ઉત્સવ દરમ્યાન મેં લગભગ સુરતના દરેક વિસ્તારની મુલાકાત લીધી, મારી ઇચ્છાતો સુરતના દરેક ગણેશ મંડળની મુલાકાત લેવાની હતી પરંતુ એ શક્ય નહતું, પણ મેં સુરતના શક્ય એટલા વધારે વિસ્તારોની મુલાકાત લીધી અને તે દરમ્યાન મને એક વાતનો એહસાસ થયો કે ૫૦ લાખથી વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઉત્સવ મનાવવાની રીત પણ અલગ અલગ છે. તો આજે હું તમને એ દરેક વિસ્તારોની ગણેશ ઉત્સવ ૨૦૧૨ દરમ્યાન મને થયેલા અનુભવો તમારી સમક્ષ મુકીશ.


મે સુરત શહેરના ત્રણ ભાગ પડ્યા છે,

૧. ભાગળ-નાનપુરા-મહિધરપુરા-બેગમપુરા-વરાછા(જુનું સુરત શહેર)
૨. અડાજણ-રાંદેર-પાલનપુર-પાલનો વિસ્તાર (તાપી નદીનો બીજી તરફનો વિસ્તાર)
૩. ઘોડ દોડ રોડ-સિટીલાઇટ-પીપલોદ-વેસુ (નવું સુરત)

સૌપ્રથમ હું તમને સુરતના નવા વિકસતા વિસ્તાર ઘોડ દોડ રોડ-સિટીલાઇટ-પીપલોદ-વેસુની વાતો કરીશ કે ત્યાંના લોકોએ કેવી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી.


ઘોડ દોડ રોડ-સિટીલાઇટ-પીપલોદ-વેસુ (નવું સુરત) – ગણેશ ઉત્સવ ૨૦૧૨

નવા સુરતના આ વિસ્તારોમાં મુખ્યત્વે શહેરના મોભીઓ-વ્યાપારીઓ(બહારથી આવીને સુરતમાં વસેલા) રહે છે કે જેઓ પૈસાથી ખુબજ ધનાઢ્ય છે પરંતુ કદાચ પરંપરા અને સાથે મળીને ઉત્સવ મનાવવાની ભાવના માટે તેઓ ખુબજ ગરીબ છે, આ તમામ વિસ્તારોમાં મોટે ભાગે ગણેશ મંડપમાં માત્ર ૧૦-૧૫ યુવાનો સિવાય કોઈ બેઠું નહોતું અને યુવાનો પણ ગણેશ મંડપને તેમના રોજિંદા મુલાકાતના નવા અડ્ડા તરીકે ગણી ત્યાજ પોતાની મસ્તીમાં ખુશ હતા. હા કદાચ ત્યા ગણેશજીનો શણગાર-મંડપનો શણગાર-પૂજાનો પ્રસાદ વગેરે ખુબજ સારું હશે, પરંતુ ત્યાં એ શણગારને માણવા માટે લોકો ઓછા હતા, ત્યાં એ પુજાના પ્રસાદ માટે અધીરાઈ કરનારા લોકો ઓછા હતા અને કદાચ ગણેશજીને પણ લાગ્યું હશે કે હું અહી જબરદસ્તી આવ્યો છુ કે આલોકો મને અહી ઉત્સવ મનાવવા માટે લાવ્યા છે. એમતો એવું કહેવાય છેકે આ તમામ વિસ્તારોમાં શહેરના સૌથી શ્રીમંત લોકો રહે છે પણ અહીનો ગણેશ ઉત્સવ સૌથી ગરીબ હતો.

અડાજણ-રાંદેર-પાલનપુર-પાલનો વિસ્તાર (તાપી નદીનો બીજી તરફનો વિસ્તાર)

નવા સુરત પછી હું તમને લઇ જઈશ તાપી નદીના બીજે કિનારે એટલેકે અડાજણ-રાંદેર-પાલનપુર-પાલનો વિસ્તાર કે જ્યાં શહેરનો નોકરીયાત વર્ગ એટલેકે સૌથી સુશિક્ષિત લોકો રહે છે એટલે અહી તમને કોઈ પણ ઉત્સવ કે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે થાય એજ વાત આ ગણેશ ઉત્સવમાં પણ જોવ મળી, ત્યાં મોડી રાત સુધી દરેક ગણેશ મંડળમાં ૫૦-૬૦ લોકો બેઠા હોય કદાચ કોઈ જગ્યાએ સમૂહ રાત્રી ભોજનનો કાયક્રમ રખાયો હોય, કોઈક જગ્યાએ બાળકો માટે નાની મોટી રમતોનું આયોજન થયું હોય અને રાત્રે ૧૧ થી ૧૧.૩૦ વાગ્યા સુધીમાં મોટેભાગના લોકો ગણેશ મંડપને બંધ કરી વહેલી સવારે ફરી પુંજા કરી નોકરી ઉપર નીકળી જતા હોય.

ભાગળ-નાનપુરા-મહિધરપુરા-બેગમપુરા-વરાછા(જુનું સુરત શહેર)

નવા સુરત અને તાપી નદીના બીજી બાજુના વિસ્તાર પછી હું જુનું સુરત એટલે કે ભાગળ-નાનપુરા-મહિધરપુરા-બેગમપુરા-વરાછા વિસ્તારની તરફ જઈશ, આ વિસ્તાર કે જ્યાં ભારતના ક્રિકેટ વિજયને પણ એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે તો પછી ગણેશ ઉત્સવનું તો શું કહેવું, અહી ગણેશ ઉત્સવ દરમ્યાન ક્યારેય પણ રાત્રીના ૧૨ વાગ્યા જ નથી કારણકે ઉત્સવ દરમ્યાન ક્યારેય અહી રાત્રીના ૧૨ વાગ્યા જેવા સન્નાટો થયો જ નથી અહી લોકોનો મહેરામણ ૧૦ દિવસ સુધી દરરોજ મોડી રાત સુધી ઉભરતો રહ્યો કદાચ કોઈ અજાણ્યો વ્યક્તિ જો રાત્રી સમયે આ વિસ્તારમાં ઉત્સવ દરમ્યાન બહાર ફરવા નીકળ્યો હોય તો એ હેબતાઈ ગયો હોય, કેટલાય લોકો ભીડમાં ગણેશ ઉત્સવ મનાવવા માટે અને જુના સુરત શહેરના જુના અને જાણીતા ગણેશ મંડપોમાં ગણેશજીની પ્રતિમાઓ જોવા રસ્તાઓ પર ફરતા હોય, રાત્રીના ૧૨ વાગ્યે ગરમા ગરમ લોચો વેચાતો હોય અને લોકો ખાવા માટે લાઈન લગાવી ઉભા હોય એ માત્ર જુના સુરત શહેરના વિસ્તારમાં જ જોવા મળે, ખરેખર લોકો ભલે નવ વિસ્તારોમાં સ્થળાંતર કરતા હોય પણ ઉત્સવ તો અહીજ મનાવાય છે અને મારી આ યાત્રા દરમ્યાન મેં જોયું છે કે અડાજણ કે વેસુમાં રહેતો જુનો અને પાક્કો હુરતી (સુરતી) ઉત્સવ મનાવવા તો પોતાના જુના શહેરમાં જ આવે છે.

સુરત શહેરના જુના લોકો અંદ અહીના લોકોની એ ઉત્સવ મનાવવાની જૂની પરંતુ જોમ અને જુસ્સા ભરેલી આદતને મારા દિલથી સલામ......જીયો દિલ સે........

ગણેશ વિસર્જનની થોડીક તસ્વીરો 












વિસર્જનની વધુ તસ્વીરો માટે : https://www.facebook.com/media/set/?set=a.3446162206535.2123718.1645077967&type=1